મર્હુમ શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર ટ્રસ્ટના ટ્રસ્ટડીડ ની જોગવાઈ હેઠળ તત્કાલીન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોપાળજી પી. ઉમરીગરાના વરદ હસ્તે તા. 31-3-1991 રોજ સૂચિત શાળાનું ભૂમિ પૂજન કરી સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો. જુન 1992 માં આ સંસ્થાનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થયો ત્યાર બાદ ક્રમશ: પહેલા અને બીજા માળનું બાંધકામ પૂર્ણ કરવામાંઆવ્યું. જેમાં કુલ 35 રૂમો બનાવેલ છે.
શિક્ષણ એક એવો સેતુ છે જે બાળકને નાનકડાં સત્ય થી મહાન સત્ય તરફ દોરે છે. દરેક બાળકમાં અનંત સંભાવનાઓ રહેલી છે.આ સંભાવનાઓને ઓળખવી અને તે પ્રમાણેનું દિશાદર્શન કરતાં વિદ્યાર્થીને જ્ઞાન માર્ગનો મુસાફર બનાવી તેનો સમાજ સાથેનો સેતુ રચવો તે શિક્ષણનું મુખ્ય ધ્યેય છે. બાળકને શીખવવાને બદલે તે શીખી શકે તેવું વાતાવરણ તેવું પર્યાવરણ પુરું પાડી સ્નેહ, હૂંફ અને સહકારની આદર્શ પરિસ્થિતિ જ્યાં સંભવી શકે તે સ્થળ એટલે શાળા. આપણી શાળા દ્વારા ઉચ્ચ શૈક્ષણિક આદર્શોના નવનીત સ્વરૂપે બાળક શીખતો થાય અને બાળકનાં હૃદય, મન અને બુધ્ધિની ખિલવણી થાય તે દિશામાં પ્રયત્ન થઇ રહ્યો છે. બાળક ઉત્તમ વિદ્યાર્થી,ઉત્તમ નાગરિક, ઉત્તમ મનુષ્ય અને ત્યારબાદ ઉત્તમ શિક્ષક, ડોક્ટર, એન્જીનિયર, વકીલ કે અન્ય વ્યવસાયી બને તેવાં સ્તુત્ય પ્રયાસો થઇ રહ્યાં છે.
વધુ વાંચો »