શાળા વિશે :
શાળાનો સમય:
ધોરણ | સમય (સોમવાર થી શુક્રવાર ) | સમય (શનિવાર ) |
---|---|---|
જુ. કે. જી. /સિ. કે .જી. | ૧૨:૩૦ થી ૩:૪૫ | રજા |
ધોરણ ૧ થી ૮ | ૧૨:૩૦ થી ૫:૨૦ | ૭:૩૦ થી ૧૧:૧૦ |
* નિયમો
-શિસ્ત
* જાતિ કે ધર્મના ભેદભાવ વિના ગુજરાતી માધ્યમ દ્વારા શિક્ષણ કાર્ય હાથ ધરી દેશને તેમજ સમાજને ઉત્તમ નાગરિક પૂરા પાડવાની ખ્વાહિશ ધરાવે છે.
* શાળામાં સંચાલક મંડળે નક્કી કરેલા તથા સરકારશ્રીનાં નિયમો અનુસાર ઉંમર, આવડત અને વર્તનને ધ્યાનમાં લઇ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
* શાળામાં પ્રવેશ અંગે સંચાલક મંડળ તથા આચાર્યાશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
* દરેક વિદ્યાર્થીએ પ્રવેશપત્ર સાથે પ્રવેશ ફી આપવાની રહેશે.દરેક ધોરણની માસિક ફી જેટલી પ્રવેશ ફી લેવામાં આવશે.પ્રવેશ આપવા છતાં જો વિદ્યાર્થી શાળામાં દાખલ નહિ થાય તો તેની ફી પાછી આપવામાં આવશે નહિ. ફી નું ધોરણ નીચે પ્રમાણે રહેશે.
* જૂન અને નવેમ્બર માસમાં સત્ર ફી માસિક ફી જેટલી જ લેવામાં આવશે.
* ઑકટોબર, નવેમ્બર તથા એપ્રિલ અને મે માસની ફી સાથે લેવામાં આવશે.
* શિક્ષણ ફી, પ્રવેશ ફી અને સત્ર ફી સંચાલક મંડળ વખતો વખત જે નક્કી કરશે તે મુજબ આપવાની રહેશે.
* શિક્ષણ ફી અને સત્ર ફી સમયસર ભરવામાં નહિ આવે તો વર્ગમાંથી અને શાળામાંથી નામ ક્મી કરવામાં આવશે. દરેક મહિના દીઠ ૫/-રૂપિયા દંડ પેટે ભરવાના રહેશે.
* વાલીઓ પોતાની સગવડ માટે છ માસ કે વર્ષની ફી એક સાથે ભરી શકશે.
* ફી ભર્યાની પાવતી મેળવી લઇ તેની નોંધ ડાયરીમાં કરાવી લેવી.
* શાળામાં વિદ્યાર્થી માટે નીચે મુજબનો ગણવેશ નક્કી કરેલ છે.
નર્સરી,જુ.કે.જી અને સિ.કે.જી.
* છોકરાઓ માટે:-
- લાલ ટી.શર્ટ, નેવીબ્લુ હાફપેન્ટ
- સફેદ મોજા અને કાળા બૂટ
* છોકરીઓ માટે:-
- લાલ ટી.શર્ટ, નેવીબ્લુ સ્કર્ટ
- સફેદ મોજા અને કાળા બૂટ
ધોરણ ૧ થી ૮ :-
* છોકરાઓ માટે:-
- (સોમ થી શુક્ર): ગ્રે હાફ/ફુલ પેન્ટ, સફેદ શર્ટ, સફેદ મોજા,કાળા બૂટ
- (શનિવાર): નેવી બ્લુ કલર પેન્ટ અને ગ્રે ટી શર્ટ,હાઉસ પ્રમાણે {બ્લુ,રેડ,યલો,ગ્રીન}રંગની સ્ટ્રીપ સાથેનો ટ્રેકશૂટ
* છોકરીઓ માટે:-
- (સોમ થી શુક્ર): ગ્રે પીના ફોર્મ, સફેદ શર્ટ, સફેદ મોજા,કાળા બૂટ
- (શનિવાર): નેવી બ્લુ કલર પેન્ટ અને ગ્રે ટી શર્ટ,હાઉસ પ્રમાણે {બ્લુ,રેડ,યલો,ગ્રીન}રંગની સ્ટ્રીપ સાથેનો ટ્રેકશૂટ શિસ્ત
* વાલીઓને વિનંતી કે વિદ્યાર્થી / વિદ્યાર્થીની શાળામાં શાળાએ નક્કી કરેલા ગણવેશમાં જ આવે તે ખાસ જોવું. ગણવેશમાં ન આવનાર વિદ્યાર્થી / વિદ્યાર્થિર્નીને શાળામાં પ્રવેશ મળશે નહીં.
* વિદ્યાર્થીએ શાળાએ મંજૂર કરેલા પાઠ્ય- પુસ્તકો, નોટબુકો કંપાસબોક્ષ, કલરબોક્ષ, નકશાપોથી, પ્રયોગપોથી, ગ્રાફપોથી, લેખનચીજ, સ્વચ્છ ગણવેશ ટૂંકાવાળ, વાળમાંતેલ, સફાઇ-દાર નખ, સાથે જ હાજર રહેવું પડશે.આની સતત અવગણના કરનાર વિદ્યાર્થી બરતરફ થવાને પાત્ર લેખાશે.
* ઝઘડાળુ વિદ્યાર્થીને,ચોરી કરનાર વિદ્યાર્થીને,શાળા બહાર પોતાના વર્તનથી શાળાને લાંછનરરૂપ બનનાર વિદ્યાર્થીને શાળામાંથી બરતરફ કરવામાં આવશે.
* વર્ગકાર્ય અને ગૃહકાર્ય નોટોમાં સુંદર અને મરોડદાર રીતે લખાણ થાય અને તેની વિદ્યાર્થીઓ કાળજી રાખે તે હેતુથી તેનું આંતરિક મૂલ્યાંક્ન કરવામાં આવે છે. આથી વાલીશ્રીએ પણ વર્ષની શરુઆતથી પોતાના બાળક પાસે કાળજી રખાવવી.
* સારૂ વર્તન, આજ્ઞા પાલન અને સ્વચ્છતાની સુટેવ તથા નિયમિતતાનો આગ્રહ રાખવામાં આવશે.
* વર્ગ બહાર કે શાળાનાં મેદાનમાં ઘોંઘાટ કે ધમાલ કરી વિદ્યાર્થીઓ શાંતિ અંને વ્યવાસ્થાનો ભંગ કરશે તો તે વિદ્યાર્થીની સામે શિસ્તભંગના પગલાં લેવાશે.
* વર્ગ ચાલુ હોય ત્યારે વાલીમિત્રોને વર્ગમાં જવા દેવામાં આવશે નહીં.
* ખાસ અગત્યના કારણ સિવાય વિદ્યાર્થીને ચાલુ શાળા દરમ્યાન માતા-પિતા / વાલીની લેખિત ચિઠ્ઠી વગર ઘરે જવાની રજા આપવામાં આવશે નહીં. આવા સમયે તે દિવસ પૂરતી તેની રજા ગણવામાં આવશે અને તે દિવસની રજા પૂરતી જ શાળા જવાબદાર રહેશે.
* ત્રણ દિવસથી વધુ રજા લેનાર વિદ્યાર્થીના વાલીએ અગાઉથી રૂબરૂ આવી આચાર્યાશ્રી પાસે રજા મંજૂર કરાવવાની રહેશે.
* વર્ગમાં સમયસર ન આવનાર વિધાર્થીને ઘરે પાછા મોકલી આપવામાં આવશે અને તે માટે શાળા જવાબદાર રહેશે નહીં.
* શાળા શરૂ થતાં પહેલા કે શાળા છૂટ્યા બાદ કોઇપણ વિદ્યાર્થી માટે શાળા જવાબદાર રહેશે નહીં.
* રજા વિના ત્રણ દિવસ સતત ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ વર્ગ પત્રકમાંથી કમી કરવામાં આવશે.
::=શાળા છોડવાના સંબંધી=::
૧) વિદ્યાર્થીને શાળામાંથી ઉઠાડી લેવા હોય તો જે તે માસમાં છેલ્લા દિવસ સુધીમાં લેખિત અરજી કરવાની રહેશે, ને મહિનાના છેલ્લા દિવસે રજા હોય અથવા તો તે દિવસ લાંબી રજા (વેકેશન) માં આવતો હોય તો શાળાનાં છેલ્લા દિવસે આવી અરજી પહોંચાડવાની રહેશે. તેમ નહીં થવાને કારણે જો તે વિદ્યાર્થીનું નામ બીજા મહિનાના હાજરીપત્રકમાં દાખલ કરી દીધું હશે તો તેને નવા માસની (તે ઓકટોબર / એપ્રિલ મહિનો હોય તો બે મહિનાની) પૂરી ફી ભરવાની રહેશે.
૨) શાળાનું લેહણું વસૂલ કર્યા વિના વિદ્યાર્થીને શાળામાંથી શાળા છોડયાનું પ્રમાણ્પત્ર આપી મુક્ત કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીના જન્મતારીખ, ઉંમર વગેરેની પ્રમાણિત નકલ માટે પાંચ રૂપિયા લેવામાં આવશે.
::=પરીક્ષા અને વર્ગની બઢતી=::
* બાળકને કોઇ કાયમી બિમારી કે શારીરિક તકલીફ રહેતી હોય તો વર્ગશિક્ષક તથા આચાર્યને રૂબરૂ મળી તેની જાણ કરવી.
* દરેક શ્રેણીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ આવનાર તથા ઇતર પ્રવૃતિઓની હરીફાઇઓ તેમજ રમત ગમતની સ્પધામાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
* પિતા/વાલીશ્રીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેમના સરનામાંના ફેરફારની શાળાને તુરંત લેખિતમાં જાણ કરવી.
* શિક્ષણને લગતી કોઇ ફરિયાદ / વાંધા / સૂચનો હશે તો આચાર્યાર્શ્રીને રજૂઆત કરવાની રહેશે.
* શાળા કે શાળાની મિલકતને થયેલ નુકશાન જે તે વિદ્યાર્થી / વિદ્યાર્થિર્ની પાસેથી વસૂલ કરવામાં આવશે.
* ખાનગી ટ્યુશનને ઉત્તેજન આપવામાં આવશે નહી. જરૂર જણાયે આચાર્યશ્રીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. ઉપર નિયમોમાં વખતો વખત ફેરફાર કરવાનો, સુધારવાનો તેમજ રદ કરવાનો અધિકાર સંચાલક મંડળનો રહેશે.
::=ઇતર પ્રવૃત્તિઓ=::
* વિદ્યાર્થીના વિકાસને ધ્યાનમાં લઇ શાળા દ્વારા યોજાતી ઇત્તર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી ભાગ લે અને પોતાની વિશિષ્ટ શક્તિ બહાર લાવે તે આવશ્યક છે. વાલીશ્રીઓ આ અંગે સજાગ રહે તે જરૂરી છે.
* આપનું બાળક બહારની કોઇ પણ ઇત્તર પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતું હોય તેની આચાર્યશ્રીને જાણ કરવી જેથી શાળા દ્વારા તેને તે બાબતે ઉત્તેજન તેમજ સગવડ આપવામાં આવે.
::=પ્રવાસ – પર્યટનો =:: શાળાના વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે શાળામાં અવારનવાર શૈક્ષણિક પ્રવાસ ગોઠ્વવામાં આવશે. વિદ્યાર્થી પ્રવાસમાં ભાગ લઇ સમૂહ જીવનના નિયમો અને શિસ્તનું પાલન કરે તે આવશ્યક છે.પ્રવાસ દરમ્યાન કોઇ આકસ્મિક કે કુદરતી આફતને લીધે થતી વ્યકિતગત કે સામૂહિક તકલીફ પ્રત્યે વાલીશ્રીઓ અને શાળાની સંયુક્ત જવાબદારી રહેશે. એ બાબત વાલીશ્રીઓએ નોંધ લેવી. ઉપરના નિયમો / માહિતીનો મેં અભ્યાસ કર્યો છે. ને તેનું પાલન કરવાની બાહેંધરી આપીએ છીએ.