રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ સુરત દ્વારા મહાનગર પાલિકા કક્ષા નો કલા મહાકુંભ શેઠ ડી.આર.ઉમરીગર શાળામાં તારીખ ૧૧/૦૨/૨૪ ને રવિવારના રોજ યોજાયેલ હતો જેમાં ગરબા,રાસ,સમુહ નૃત્ય,કથ્થક,ભરતનાટ્યમ,એક પાત્રીય અભિનય,સર્જનાત્મક કૃતિ,સંગીત, વાદ્ય જેવી કુલ ૩૨ જેટલી વિવિધ સ્પર્ધા માં જુદી જુદી શાળાનાં જોન કક્ષાએ વિજેતા બનેલા ૩૦૦ થી વધારે વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો.